શોધખોળ કરો

Gujarat Rain: કાલે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.

અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સોમવારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી

આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહશે.સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે.અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. ત્યારે હવામાન વિભાગે ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોના પાક નુકસાનીનો ડર છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

અંબાલાલ પટેલની આગાહી
 
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી સમયમાં રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવીટી શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, તારીખ  16 સુધી રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં અમદાવાદ, મેહસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ચોમાસા માટે પ્રિ મોન્સુન એકટીવિટી જરૂરી આગામી સમયમાં અપરવિંડની પ્રક્રિયા હવે શરૂ થશે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget