પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ
ગિરનાર અને અશ્વત્થામાની રહસ્યમય લોકમાન્યતાઓને કેન્દ્રમાં રાખતા યુવા પત્રકાર પ્રતીક પંડ્યાનું ‘અશ્વત્થામા’ પુસ્તક હવે Amazon Kindle પર ઉપલબ્ધ છે.

ગિરનાર અને અશ્વત્થામાની રહસ્યમય લોકમાન્યતાઓને કેન્દ્રમાં રાખતા યુવા પત્રકાર પ્રતીક પંડ્યાનું ‘અશ્વત્થામા’ પુસ્તક હવે Amazon Kindle પર ઉપલબ્ધ છે. પૌરાણિકતા, આધ્યાત્મિકતા અને કલ્પનાના અનોખા સંગમ સમી આ કૃતિ વાચકો માટે રસપ્રદ બની છે. ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ અસંખ્ય પૌરાણિક કથાઓ, સાધના, સંત પરંપરા અને રહસ્યોથી જોડાયેલું આધ્યાત્મિક કેન્દ્ર છે. ગિરનાર અને અશ્વત્થામા સાથે જોડાયેલી લોકમાન્યતાઓ તથા પૌરાણિક પાત્રને કેન્દ્રમાં રાખીને પત્રકાર પ્રતીક પંડ્યા દ્વારા લખાયેલી ‘અશ્વત્થામા’ પુસ્તક હવે Amazon Kindle પર ઉપલબ્ધ છે.
અશ્વત્થામાના પાત્રને કેન્દ્રમાં રાખીને આ કૃતિ લખાયેલી છે
મહાભારતના અશ્વત્થામાના પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કૃતિમાં લેખકે માત્ર પૌરાણિક કથાના પુનરાવર્તનને બદલે ગિરનાર અને તેની આસપાસના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રહસ્યમય સંદર્ભોને પોતાની કલ્પના અને મૌલિક લેખનશૈલી સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે.
અશ્વત્થામા ભારતીય પૌરાણિક પરંપરાનું એવું પાત્ર છે જેના જીવન અને અમરત્વ અંગે આજે પણ અનેક માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. ખાસ કરીને ગિરનાર જેવા પ્રાચીન સાધનાધામ સાથે જ્યારે આ પાત્રને જોડવામાં આવે છે ત્યારે વાચક માટે રહસ્ય, આધ્યાત્મિકતા અને કલ્પનાનો અનોખો સંગમ સર્જાય છે.
આ પુસ્તક પૌરાણિક કથાનું સીધું પુનર્લેખન નહી, પરંતુ મૌલિક સર્જનાત્મક લેખન
લેખક પ્રતીક પંડ્યાના જણાવ્યા મુજબ, આ પુસ્તક કોઈ પૌરાણિક કથાનું સીધું પુનર્લેખન નથી, પરંતુ અશ્વત્થામાના પાત્ર અને ગિરનાર સાથે સંકળાયેલી વિવિધ માન્યતાઓને આધારે કરવામાં આવેલું મૌલિક સર્જનાત્મક લેખન છે. ગિરનાર પ્રત્યેની પોતાની લાગણી અને તેના રહસ્યમય વાતાવરણને સાહિત્યના માધ્યમથી વાચકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.
‘અશ્વત્થામા’ હવે Amazon Kindle પર ઉપલબ્ધ હોવાથી દેશ-વિદેશના વાચકો ડિજિટલ માધ્યમથી આ કૃતિ વાંચી શકશે. ખાસ કરીને પૌરાણિક કથાઓ, ગિરનારની આધ્યાત્મિક પરંપરા, રહસ્યમય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતા વાચકો માટે આ પુસ્તક રસપ્રદ બની શકે છે.
Before You Go
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા





















