શોધખોળ કરો
Junagadh : કયા દિગ્ગજ નેતાના પુત્ર અને પૂર્વ કોર્પોરેટરની જાહેરમાં જ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા?
પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. શરીર પર તિક્ષ્ણ હથિયારોના ધા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

તસવીરઃ જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
જૂનાગઢઃ જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની જાહેરમાં જ ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. શરીર પર તિક્ષ્ણ હથિયારોના ધા ઝીંકી હત્યા કરવામાં આવી છે.
બીલખા રોડ પર રામનિવાસ પાસે ઘટના બની હતી. હોસ્પિટલે ખસેડાયેલા ધર્મેશ પરમારને કરાયો મૃત જાહેર કરાયા હતા. ધર્મેશ પરમાર પણ મનપાના પૂર્વ નગરસેવક હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
Before You Go
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત





















