શોધખોળ કરો

કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર, ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ બાદ ભડકી હતી હિંસા

ગીર સોમનાથના ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવું કાજલ હિંદુસ્તાનીને ભારે પડ્યું છે.  ઉના પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી.

ગીર સોમનાથ:  ગીર સોમનાથના ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવું કાજલ હિંદુસ્તાનીને ભારે પડ્યું છે.  ઉના પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી.  કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર કર્યા છે.  રામ નવમીના દિવસે ઉનામાં ધર્મસભાને કાજલ હિંદુસ્તાનીને સંબોધી ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી ઉઠી હતી. 1 એપ્રિલના રોજ ઉના પોલીસે લગભગ 75 કથિત તોફાનીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. કાજલ હિંદુસ્તાની સામે IPC કલમ 295(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રામનવમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણને કારણે સર્જાયેલી તંગદિલી વચ્ચે ઉના શહેરના એક સંવેદનશીલ વિસ્તારમાં શનિવારે રાત્રે બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.  કહેવામાં આવી રહ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીએ  ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી હતી.

કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહીના છે અને હાલમાં ગુજરાતના જામનગર અને અમદાવાદમાં રહે છે. કાજલ હિન્દુસ્તાની ખુલ્લેઆમ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરે છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. તે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરતી રહે છે. રામનવમીના દિવસે પણ તેઓ એક હિન્દુ સંમેલનમાં પહોંચ્યા હતા અને ભાષણ આપ્યું હતું. 

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રામનવમી બાદ અચાનક પથ્થરમારો થયો હતો.  કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા.  મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું.   70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા હતા.  તેમની પાસે તલવાર,  બેઝ બોલના ધોકા,  હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. 

પથ્થરમારાની આ ઘટના  કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી.  ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો.  રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો.   ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.  પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો હતો.

ટોપ સ્ટોરી

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Embed widget