શોધખોળ કરો

ખંભાતમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, રમકડાની જેમ તણાઈ કાર

હવામાન વિભાગની આગાહી વચ્ચે આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  એક કલાકમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.  બે ઈંચ વરસાદના કારણે ખંભાત શહેરના રોડ-રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

આણંદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  એક કલાકમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.  બે ઈંચ વરસાદના કારણે ખંભાત શહેરના રોડ-રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  ખંભાત શહેરના સરદાર ટાવર, પાણિયારી, રબારીવાસ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.  સરદાર ટાવર નજીક તો પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. 

બે દિવસના ભારે ઉકળાટ બાદ આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં વરસાદની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બપોરબાદ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  

ખંભાતમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, રમકડાની જેમ તણાઈ કાર

આણંદ જિલ્લામાં  વરસાદી માહોલ છવાયો છે. બોરસદ અને આંકલાવમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ વરસાદમાં ભીંજાવાની મજા લીધી હતી.  વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો છે.  વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી  માહોલ રહેશે.  આજે અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદ પડશે.  આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત,  ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ભરુચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર અને ભરુચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ભરુચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 

અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને  દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget