શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા શહેરમાં કેટલા વિસ્તારો કોરોના હોટ સ્પોટ જાહેર, કોઈ બહાર નહીં આવી શકે કે અંદર નહીં જઈ શકે.....
અમદાવાદમાં સૌથી વધુ 8 કોરોના ક્લસ્ટર બનાવ્યા છે અને કુલ 24 ટીમ અમદાવાદમાં 8 ક્લસ્ટરમાં કામ કરે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે ગુજરાત સરકારે કોરોનાવાયરસનો ચેપ રોકવા માટે 15 ક્લસ્ટર હોટ સ્પોટ નક્કી કર્યા છે. ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે, આ તમામ હોટ સ્પોટને સંપૂર્ણ લોક ડાઉન કર દેવાય છે અને આ વિસ્તારોમાંથી કોઈ વ્યક્તિ બહાર નહીં આવીં શકે કે કોઈ અંદર નહીં જઈ શકે.
રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ આ જાહેરાત કરતાં કહ્યું કે, આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 8 કોરોના ક્લસ્ટર બનાવ્યા છે અને કુલ 24 ટીમ અમદાવાદમાં 8 ક્લસ્ટરમાં કામ કરે છે. આ ઉપરાંત વડોદરામાં 2 વિસ્તાર કોરોના ક્લસ્ટર જાહેર કરાયા છે, જ્યાં 3 ત્રણ ટીમ કામ કરે છે. સુરતમાં 3 વિસ્તાર કોરોના ક્લસ્ટર જાહેર કરાયા છે કે જયાં 10 ટીમો કામ કરે છે. ભાવનગરમાં 2 વિસ્તારને કોરોના ક્લસ્ટર જાહેર કરાયા છે કે જ્યાં 3 ટીમ કામ કરે છે.
જ્યંતિ રવિએ જાહેર કર્યું છે કે, હવે પછી રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના સૌથી વધુ ટેસ્ટિંગ હોટ સ્પોટ ક્લસ્ટરમાં કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion