ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં દેવાભાઇ ચાર પાસ તો કુબેર ડિંડોર PhD, સંઘવી નવ પાસ તો મનીષા વકીલ M.A B.Ed
ગુજરાતના નવા મંત્રીમંડળની રાજભવન ખાતે શપથવિધી યોજાઇ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા
ગાંધીનગરઃ ગુજરાતના નવા મંત્રીમંડળની રાજભવન ખાતે શપથવિધી યોજાઇ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે.
આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે જ્યારે 5 ધારાસભ્યોને સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે અને 9 ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી શપથ લીધા હતા તેથી કેબિનેટમાં ત્રિવેદી નંબર ટુ હશે એ સ્પષ્ટ છે.
મંત્રીમંડળમાં સૌથી ઓછું કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ ભણેલા છે. દેવાભાઇ ચાર ધોરણ પાસ છે. મજૂરાથી ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી ધોરણ નવ પાસ છે.તે સિવાય મંત્રીમંડળમાં સૌથી શિક્ષિત મંત્રીઓની વાત કરવામાં આવે તો વડોદરાથી ધારાસભ્ય મનીષા વકીલ એમએ બીએડ તો સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.
મંત્રીનું નામ |
શૈક્ષણિક લાયકાત |
રાજેન્દ્ર ત્રિવેદી- |
એલ.એલ.બી |
જીતુભાઈ વાઘાણી |
એલ.એલ.બી |
ઋષિકેશ પટેલ |
ડિપ્લોમા સિવિલ એન્જિનિયર |
પૂર્ણેશ મોદી |
બી.કોમ |
રાઘવજી પટેલ |
એલ.એલ.બી |
કનુભાઈ દેસાઈ |
એલ.એલ.બી |
કિરિટસિંહ રાણા |
ધોરણ 10- પાસ |
નરેશ પટેલ |
ધોરણ-10 પાસ |
પ્રદીપ પરમાર |
ધોરણ-10 પાસ |
અર્જુનસિંહ ચોહાણ |
બી.કોમ, ડી.સી.એમ. |
હર્ષ સંઘવી |
નવ પાસ |
જગદીશ પંચાલ |
સેકન્ડ યર બીએ સુધીનો અભ્યાસ |
બ્રિજેશ મેરજા |
બી.કોમ |
જીતુ ચૌધરી |
9 પાસ |
મનીષા વકીલ |
એમએ. બીએડ. |
મુકેશ પટેલ |
ધોરણ 12 પાસ |
નિમિષા સુથાર |
ધોરણ 12 પાસ |
અરવિંદ રૈયાણી- |
9 પાસ |
કુબેર ડિંડોર |
પીએચડી |
કીર્તિસિંહ વાઘેલા |
ધોરણ 12 પાસ |
ગજેન્દ્રસિંહ પરમાર |
બી.એ |
રાઘવજી મકવાણા |
ધોરણ 10 પાસ |
વિનુ મોરડિયા |
ધોરણ 10 પાસ |
દેવાભાઈ માલમ |
04 પાસ |