શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

ગુજરાતમાં આગામી 6 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદનું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં, ઉત્તરમાં પવન વધુ રહેશે.
  • રાજ્યમાં સામાન્ય કરતાં 12% ઓછો વરસાદ નોંધાયો છે.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 35% ઘટ; સપ્ટેમ્બરમાં વરસાદની આશા છે.

Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદનું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. વરસાદની તીવ્રતા હાલ ઓછી રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે

આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે. પવન આશરે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 6  દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે.

ગુજરાતમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં 586 મીમીના સામાન્ય વરસાદ સામે 513 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં આશરે 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ વધુ જોવા મળી રહી છે. આ બંને વિસ્તારોમાં અત્યાર સુધી 408 મીમીના સામાન્ય વરસાદ સામે માત્ર 252 મીમી વરસાદ નોંધાયો છે. આમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં આશરે 35 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

સપ્ટેમ્બરમાં કેટલો વરસાદ પડશે?

હાલ આગામી 6 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ શક્યતાઓ છે. સપ્ટેમ્બર મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 

ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આંકડાકીય વિગતો મુજબ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 20.52 ઈંચ વરસાદ થયો છે, જે સામાન્ય રીતે અત્યાર સુધીમાં 23.44 ઈંચ હોવો જોઈએ.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધો છે. આ  કારણે જગતના તાત કહેવાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. મોંઘા ભાવના બિયારણ લાવીને વાવણી તો કરી દીધી પણ હવે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે  ત્યારે જ વરસાદ ખેંચાતા રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
Advertisement

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Embed widget