શોધખોળ કરો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે. તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે..16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો રહેશે. પુનઃ મતદાનની જરુર પડે તો 1 માર્ચના દિવસે યોજાશે. 2 માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની ચૂંટણીના સેમિફાઈનલ સમાન ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજનીતિ ગરમાઈ છે.. મનપા અને જિલ્લા-તાલુકા, નગરપાલિકાની મતગણતરીની અલગ અલગ તારીખો નક્કી કરાતા કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

વિડિઓઝ

Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

Embed widget