શોધખોળ કરો
લોકડાઉનની વચ્ચે ગુજરાતના આ શહેરમાં 12 મિત્રોએ સાથે મળીને બર્થ-ડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું? જાણો કેમ
કોરોનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકો લોકડાઉનનો પણ ઉલ્લંઘન કરી રહ્યાં છે જેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

મોરબી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકો લોકડાઉનનો પણ ઉલ્લંઘન કરી રહ્યાં છે જેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ત્યારે મોરબીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને નવાઈ લાગશે. મોરબીમાં જાહેરમાં ભેગા થયેલા મિત્રોએ બર્થ-ડે સેલિબ્રેશન કર્યો હતો જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે બર્થ-ડેની ઉજવણી કરીને લોકડાઉનના નિયમનો ભંગ કરનારા 12 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. મોરબીના બોરિયાવાસના અસ્તાફ ઉર્ફે અલુ અકબર ફકીરનો બર્થ-ડે હતો અને તેનો બર્થ-ડે 7 એપ્રિલના દિવસે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો.
આ મિત્રોએ સેલિબ્રેટ કર્યાં બાદ લોકોની નજરમાં નહોતા આવ્યા પણ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આ ઘટના અંગે કાર્યવાહી કરીને 12 લોકોની સામે કાર્યવાહી કરી છે. આ ઘટના ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
