શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના વધુ એક શહેરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું, કયા-કયા લોકોને અપાઈ છૂટ? જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોના સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અરવલ્લી કલેક્ટરે સંપૂર્ણ લોકડાઉનને લઈને જાહેરનામું બહાર પાડ્યું
સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોના સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અરવલ્લી કલેક્ટરે સંપૂર્ણ લોકડાઉનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી 17 તારીખ સુધી મોડાસા શહેરને સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે પાલિકા અને એસોશિયેશનની સંમતિ બાદ સરકારી જાહેરાત કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના પોઝિટિસ કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. આગામી 17 તારીખ સુધી મોડાસા શહેર સંપૂર્ણ લોકડાઉન રહેશે તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પહેલા કલેક્ટરે પાલિકા અને એસોશિયેશનની સંમતિ બાદ આ જાહેરનામું બહાર પાડ્યું હતું.
દૂધ, દવા અને ગેસ વિતરણ સેવા જ ચાલુ રહેશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બિનજરબરૂ કામ વગર બહાર નીકળનાર સામે કડક કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી 71 પોઝિટિસ કેસ નોંધાયા છે જ્યારે બે લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે અત્યાર સુધી 16 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion