શોધખોળ કરો

રાજ્યના સરકારી કર્મચારી માટે સરકારની મોટી જાહેરાત, રેડ ઝોનમાં ફરજિયાત.....

રેડઝોનમાં આવેલી સરકારી કચેરીઓમાં ઉપરી અધિકારીઓ નક્કી કરે તે મુજબ વર્ગ 1 કે તેની ઉપરના 33 ટકા કર્મચારીઓએ ફરજિયાત ઑફિસમાં હાજરી આપવી પડશે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારી સામે લડાઈ લડવા 4 મે, 2020થી લૉકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા હોય તે સિવાયની રાજ્ય સરકારની કચેરીઓ માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  4 મે, 2020થી શરૂ કરી આગામી બે અઠવાડીયા એટલે કે 17મી મે, 2020 સુધી જુદા જુદા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રેડઝોનમાં આવેલી સરકારી કચેરીઓમાં ઉપરી અધિકારીઓ નક્કી કરે તે મુજબ વર્ગ 1 કે તેની ઉપરના 33 ટકા કર્મચારીઓએ ફરજિયાત ઑફિસમાં હાજરી આપવી પડશે. સરકારી કચેરીના વડા તરીકે વર્ગ-2ના અધિકારીઓ હશે તો તેમણે પણ ફરજ પર ફરજિયાત હાજર રહેવું પડશે. વર્ગ-3 અને તેની નીચેના કર્મચારીઓના કિસ્સામાં 33 ટકા કર્મચારીઓએ ઉપરસ્થિત રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચોથી મેથી 17મી મેના લૉકડાઉન 3 માટે આ સૂચના જારી કરવામાં આવી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ આ પરિપત્ર લાગુ પડશે. જો કે, રેડ ઝોન અમદાવાદમાં રહેતા અને ગાંધીનગરમાં ફરજ હેઠળના કર્મચારીઓને બાબતમાંથી મુક્તિ છે. જ્યારે ઓરેન્જ ઝોનના જિલ્લાઓમાં વર્ગ-૩ અને તેથી નીચેના ૫૦ ટકા કર્મચારીઓથી સરકારી સેવાઓ પૂર્વવત્ કરવાની રહેશે. બાકીના તમામને ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. ગ્રીન ઝોન હેઠળના જિલ્લાઓમાં તમામ સરકારી કચેરીઓને ૧૦૦ ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવા GAD અગ્રસચિવ કમલ દયાનીની સહીથી જાહેર થયેલા પરિપત્રમાં અન્ય ઝોન હેઠળના જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ એરિયામાં રહેતા કર્મચારીઓને ગ્રીન ઝોનમાં કામ કરવા માટે બોલાવવા નહી એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. ત્રણેય ઝોનમાં સામાજિક અંતર, માસ્ક સાથે સરકારી સેવાઓ બહાલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget