શોધખોળ કરો

Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

મહીસાગર જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ, લુણાવાડામાં ઘૂંટણસમા પાણી ભરાયા.
  • કોઠંબા સહિત અનેક વિસ્તારોમાં જળભરાવથી જનજીવન પ્રભાવિત થયું.
  • હાઈવે પર વિઝિબિલિટી ઘટી, વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી.
  • હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે.

Mahisagar heavy rain : મહીસાગર જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાટડિયા બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓ પરેશાન થયા છે. બીજી તરફ માંડવી બજાર, હુસૈની ચોક અને વરધરી રોડ સહિતના વિસ્તારોમાં પણ જળભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શહેરના જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.

લુણાવાડાના હાટડિયા બજારમાં ઘૂંટણસમા પાણી

લુણાવાડા શહેરમાં ભારે વરસાદ બાદ હાટડિયા બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બજાર વિસ્તારમાં દુકાનો અને વેપારીઓને પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. લુણાવાડાના માંડવી બજાર, હુસૈની ચોક અને વરધરી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો થયો છે. ભારે વરસાદ બાદ શહેરના અનેક માર્ગો પર પાણી ભરાતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

કોઠંબામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં

મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કોઠંબાના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ લુણાવાડા તરફ જતા માર્ગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીના ભરાવા વચ્ચે લુણાવાડાના કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી પણ ઉભરાતા હોવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોમાં પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીને લઈને નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ યોગ્ય કામગીરીના અભાવે વરસાદ દરમિયાન જળભરાવાની સમસ્યા સર્જાઈ છે.

હાઈવે પર વિઝિબિલિટી ઘટી

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે હાલોલ-શામળાજી હાઈવે અને લુણાવાડા-અમદાવાદ હાઈવે પર વિઝિબિલિટી ઘટી છે. ભારે વરસાદ વચ્ચે વાહનચાલકોને રસ્તો જોવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી બની છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે. હાઈવે પર ઓછી વિઝિબિલિટી અને શહેરના વિસ્તારોમાં જળભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદ દરમિયાન વાહનચાલકોને ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂર છે.

આ પણ વાંચો- Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

જરાતમાં આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ટોપ સ્ટોરી

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
Botad: બોટાદમાં 250 વર્ષ જૂની પરંપરા, નવાવર્ષે માલધારી સમાજે ગૌધન દોડાવ્યું, તો ક્ષત્રિય સમાજે યોજી અશ્વ હરીફાઈ
Botad: બોટાદમાં 250 વર્ષ જૂની પરંપરા, નવાવર્ષે માલધારી સમાજે ગૌધન દોડાવ્યું, તો ક્ષત્રિય સમાજે યોજી અશ્વ હરીફાઈ
Aravalli: સાકરીયા ગામનો અનોખો લોકોત્સવ, લાલ શિંગડા અને પશુદોડ સાથે કરાઈ નવા વર્ષની ઉજવણી
Aravalli: સાકરીયા ગામનો અનોખો લોકોત્સવ, લાલ શિંગડા અને પશુદોડ સાથે કરાઈ નવા વર્ષની ઉજવણી

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget