શોધખોળ કરો

Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય

ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી 2-4 દિવસમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.
  • વિદાય પૂર્વે, લો પ્રેશરથી હળવાથી મધ્યમ વરસાદ થશે.
  • દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે.
  • અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Gujarat Rain Update: ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.  હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

3-4 દિવસમાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3-4  દિવસમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેની અસર હેઠળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની વચ્ચે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય પહેલાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

છેલ્લા સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દમણમાં 64 મિમી, ખેડામાં 61 મિમી અને અમરેલીમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે.

રાજ્યમાં સરેરાશ વરસાદ

રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88  ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57  ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86  ટકા અને કચ્છ ઝોનમાં 57.16  ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લમાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  રાજ્યના હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા છે.  લાઠી બાદ હવે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે.        

Advertisement

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget