શોધખોળ કરો

Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થશે.  

Rain Alert: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થશે.  આજે વહેલી સવારથી જ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી,  પાટણ,  સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સતત વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં  વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેબાન થયા છે. દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં  સવા 2 ઇંચ વરસાદ વરસતાં ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનિય છે કે, ગઈકાલે કલ્યાણપુરમાં  3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, આજે 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને લઇને હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનીય છે કે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget