શોધખોળ કરો

પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?

આવતીકાલે બુધવારે 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. પતંગરસિયાઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે.

અમદાવાદ : આવતીકાલે બુધવારે 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. પતંગરસિયાઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણમાં પવન સારો રહેશે. પતંગરસિકો ખૂબ જ સારી રીતે ઉત્તરાયણની મજા માણી શકશે.  ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ હવામાન રહેશે. સવારના સમયે (સવારે 7 થી 11 વાગ્યા સુધી)પવનની ગતિ 7થી 9 કિમી પ્રતિ કલાક રહેશે. જે  પતંગ ઉડાવવા માટે ખૂબ જ સારો પવન રહેશે.  આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે. પવનની ગતિ સાનુકૂળ રહેવાની હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે.

14 જાન્યુઆરીના દિવસે સવારે પવનની ગતિ ખૂબ જ સારી રહેશે

આ વર્ષે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 7થી 11 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. જ્યારે સવારના સમયે ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના દિવસે સવારે પવનની ગતિ ખૂબ જ સારી રહેશે.   સવારના સમયે પતંગ ચગાવવો પતંગબાજો માટે સરળ રહેશે. જોકે, બપોર અને સાંજે પવનની ગતિ ધીમી પડશે. બપોર પછી પતંગ રશિયાઓને પતંગ ચગાવવા માટે થોડી મહેનત કરવી પડશે. 

15 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ

વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન સારો રહેશે.  હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 જાન્યુઆરી 2026ના દિવસે પણ ઉત્તરાયણના દિવસ કરતા પવન સામાન્ય ઘટી શકે છે. જોકે, આ દિવસે પણ પતંગ રસિકો માટે પવન અનુકૂળ રહેશે. તમે આકાશમાં સરળતાથી પતંગ ઉડાવી શકો છો. 

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરયાણ અને વાસી ઉત્તરાયણના વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ અનુકૂળ રહેશે.

આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે

પવન સાથ આપશે પરંતુ પતંગબાજોએ ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાં તૈયાર રાખવા પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જોકે, તાપમાનમાં વધ ઘટ જોવા મળશે. આગામી 2 દિવસ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થશે, પરંતુ ત્યારબાદના 4 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધશે.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget