શોધખોળ કરો

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કઈ-કઈ જગ્યાએ ખાબક્યો? આ રહ્યા છેલ્લા 24 કલાકના લેટેસ્ટ આંકડા

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો છે. વરસાદના પગલે અમદાવાદથી લઈને નેશનલ હાઈવે પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 15 મીમી, ચોર્યાસીમાં 32 મીમી, પલસાણામાં 27 મીમી, કામરેજમાં 10 મીમી, મહુવામાં 12 મીમી, માંડવીમાં 23 મીમી, માંગરોળમાં 23 મીમી, ઓલપાડમાં 09 મીમી, ઉમરપાડામાં 08 મીમી અને સુરતમાં 32 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંતમાં ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 2 મીમી, સુબિરમાં 1 મીમી, વઘઈમાં 8 મીમી અને સાપુતારામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સાબરાકાંઠા જિલ્લામાં ઈડર- 3 ઈંચ, ખેડબ્રહ્મા- સવા 1 ઈંચ, તલોદ- સવા 1 ઈંચ પ્રાંતિજ- સવા 2 ઈંચ, પોશીના- 2 ઈંચ, વડાલી-2 ઈંચ, વિજયનગર- 3 ઈંચ અને હિંમતનગર- 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મેઘરજ અને મોડાસામાં બે ઈંચ, ભિલોડામાં 1.5 ઇંચ, ધનસુરા અને બાયડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટના લોધીકા અને ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લોધીકામાં 24 કલાકમાં 47 મીમી, ગીર ગઢડામાં 46 મીમી, કોડીનારમાં 42, સુત્રાપાડામાં 46 મીમી અને રાજુલામાં 24 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદના પૂર્વ ઝોન 2.5 ઈંચ, પશ્ચિમ ઝોન 2 ઈંચ અને ઉત્તર-પશ્ચિમ ઝોન 2 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોન 2.5 ઈંચ મધ્ય ઝોન 2 ઈંચ, ઉત્તર ઝોન 2 ઈંચ, દક્ષિણ ઝોન 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ચકુડિયા-વિરાટનગરમાં 3 ઈંચ અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દૂધેશ્વર, મેમ્કો, નરોડા, દાણાપીઠ, ચાંદખેડા, બોડકદેવ, ઓઢવ, પાલડી અને ઉસ્માનપુરામાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મણિનગરમાં 1.75 ઈંચ, ગોતામાં 1.5 ઈંચ અને રાણીપમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બુધવારે 19મી જૂનના રોજ રાજ્યમાં 9 જિલ્લામાં સવારે 6.00થી 8.00 દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ દાહોદના ફતેપુરા તાલુકમાં 10 મીમી, દેવભૂમિ દ્વારકામાં 6મીમી, નવસારીના જાલપોરમાં 5મીમી, દાહોદના સિંગવડમાં 2મીમી, નર્મદાના તિલકવાડામા 2મીમી, નવસારીના વાંસદામાં 2મીમી, વલસાડના કપરાડામાં 2મીમી, પારડીમાં 2મીમી, બનાસકાંઠાના દાંતામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
Embed widget