શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યા લેટેસ્ટ આંકડા

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ, ખેતરો સહિતની જગ્યાએ પાણી ભરાઈ ગયા

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ, ખેતરો સહિતની જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગે અગાઉ ભારે વરસાદની આગાહી કરી હતી. વહેલી સવારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ઘણી જગ્યાએ તો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. વહેલી સવારે અમદાવાદમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મેમ્કો અને નરોડામાં નોંધાયો હતો મેમ્કો અને નરોડામાં અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યા લેટેસ્ટ આંકડા સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. તલોદમાં અઢી ઈંચ, હિંમતનગર, વડાલી, ઈડર, પ્રાંતિજમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. કડીમાં એક ઈંચ, મહેસાણા શહેરમાં સવા ઈંચ, જોટાણામાં દોઢ ઈંચ, વડનગરમાં અડધો ઈંચ, વીજાપુરમાં પોણો ઈંચ નોંધાયો હતો. બહુચરાજીમાં ચંડોળા, સોનપુરા, મંડાલીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે મંડાલી, શંખલપુરમાં વરસાદી પાણી ભરાયા હતા. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યા લેટેસ્ટ આંકડા બોટાદ જિલ્લામાં સતત 11માં દિવસે વરસાદ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ડાંગ જિલ્લામાં વહેલી સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યા લેટેસ્ટ આંકડા ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતાં. કલોલ, ભાટ ગામ અને દહેગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માલપુરમાં બે ઈંચ, મોડાસામાં દોઢ ઈંચ, બાયડમાં એક અને માલપુર-ધનસુરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યા લેટેસ્ટ આંકડા દહેગામમાં 3 ઈંચ સાબરકાંઠાના તલોદમાં 2.6 ઈંચ અમદાવાદ શહેરમાં 2 ઈંચ વલસાડના કપરાડામાં 2 ઈંચ કચ્છના નખત્રાણામાં 2 ઈંચ અરવલ્લીના માલપુરમાં પોણા બે ઈંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget