શોધખોળ કરો

Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત

Morbi: ઈજાગ્રસ્ત યુવકને અન્ય લોકો કારમાં લઈ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. કાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ચરડવા પાસે આ અકસ્માત થયો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોરબીના હળવદ પાસે કાર-ડમ્પર અકસ્માતમાં પાંચના મોત.
  • ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતા હતા, ત્યારે દુર્ઘટના બની.
  • છોટાઉદેપુરમાં કાર-ટ્રેક્ટર ટક્કરમાં એકનું મોત, વીસ ઇજાગ્રસ્ત.
  • સુરતમાં બેકાબૂ ટ્રકની ટક્કરે એક બાઇક ચાલકનું મોત.

Morbi:  મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. ચરાડવા પાસે કાર ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી જતા પાંચ લોકોના મોત થયા હતા. માનસર પાસે એક બાઈક ચાલક સ્લીપ ખાઈ જતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને અન્ય લોકો કારમાં લઈ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. કાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ચરડવા પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. કારમાં સવાર સાત પૈકી 3 લોકોના ઘટનાસ્થળે જ જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકમાં પ્રેમજી ડઢેચા તાલુકા પંચાયતના સદસ્ય છે.

ટક્કર એટલી જોરદાર હતી કે એક યુવક કારના પતરાની વચ્ચે ફસાઈ ગયો હતો. જેને બહાર કાઢવા માટે બે બુલડોઝરની મદદ લેવાઈ અને પતરા તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં રણછોડગઢ ગ્રામપંચાયતના ઉપ સરપંચ પ્રકાશભાઈ અને દિલીપ ડઢેચાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. કારમાં સવાર તમામ લોકો રણછોડગઢ ગામના વતની હતા. અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. એક જ ગામના યુવકોના મોત થઈ જતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

છોટાઉદેપુરમાં અકસ્માતમાં એકનું મોત, 20 લોકોને ઈજા

છોટાઉદેપુરના જોડાવાટ ગામે પાસે ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. કારમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો સવાર હતા. આ તમામ લોકો મધ્ય પ્રદેશના દીકાલ કુવાથી ગોંડલ મજૂરી માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતા. અકસ્માતમાં નાના બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 2થી વધુ લોકોની સ્થિતિ ગંભીર હોવાથી વડોદરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પીપોદરા ગામ નજીક  ટ્રક ચાલકે એક કાર અને બે બાઈકને મારી ટક્કર

સુરત જિલ્લાના પીપોદરા ગામ નજીક બેકાબૂ ટ્રક ચાલકે એક કાર અને બે બાઈકને ટક્કર મારી હતી. ફુલ સ્પીડમાં દોડતા ટ્રકે એક કાર અને બે બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ટ્રકની ટક્કરે એક બાઈક ચાલકનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય બાઈક પર સવાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તો કાર ચાલકનો સદનસીબે બચાવ થયો. અકસ્માતની ઘટના બનતા હાજર લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ જિલ્લા ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી આરોપી ટ્રક ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Frequently Asked Questions

મોરબી નજીક થયેલા અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા?

મોરબીના હળવદ પાસે ચરાડવા નજીક થયેલા અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા. તેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

મોરબી અકસ્માત કઈ રીતે થયો?

ચરાડવા પાસે એક કાર ડમ્પર પાછળ ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં માનસર પાસેના એક બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો.

છોટાઉદેપુર અકસ્માતમાં કેટલી જાનહાનિ થઈ?

છોટાઉદેપુરના જોડાવાટ ગામે ગાડી અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. 20 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

સુરતમાં થયેલા અકસ્માતની વિગતો શું છે?

સુરત જિલ્લાના પીપોદરા ગામ નજીક ટ્રકે એક કાર અને બે બાઈકને ટક્કર મારી. તેમાં એક બાઈક ચાલકનું મોત થયું અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

ટોપ સ્ટોરી

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Embed widget