શોધખોળ કરો

RTEની  44 હજાર જગ્યા માટે 2.35 લાખ ફોર્મ ભરાયા,  ચાલુ વર્ષે 38957 બેઠકોનો ઘટાડો 

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખાનગી શાળાઓમાં જરૂરિયાતમંદ અને આર્થિક નબળા પરિવારના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન  (RTE) હેઠળ ધોરણ- 1માં પ્રવેશ આપવામાં આવે છે.

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખાનગી શાળાઓમાં જરૂરિયાતમંદ અને આર્થિક નબળા પરિવારના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન  (RTE) હેઠળ ધોરણ- 1માં પ્રવેશ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓનો ધોરણ - 8 સુધીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે.  આ વર્ષે RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.   કુલ જગ્યા સામે પાંચ ગણા વધુ ફોર્મ ભરાયા છે. 

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ ચકાસણી પણ શરૂ કરાઈ છે. ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ 15 એપ્રિલે પ્રવેશની ફાળવણી કરાશે. આ વખતે 43896 બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ગત વર્ષ કરતા આ વખતે RTEમાં 38957 બેઠકોનો  જંગી ઘટાડો થયો છે.

44 હજાર જેટલી બેઠકો માટે હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 2.35 લાખ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. આમ,RTEની પ્રવેશ કાર્યવાહીમાં બેઠકો કરતાં પાંચ ગણા વધુ ફોર્મ ભરાયા છે. RTE અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરાતી હોય છે. રાજ્યમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્વારા RTEની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે RTE અંતર્ગત 43896 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જોકે, ગત વર્ષે રાજ્યમાં 82853 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ચાલુ વર્ષે 38957 બેઠકોનો ઘટાડો થયો છે.

વાલીઓને પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 13 માર્ચ સુધીનો સમય અપાયો હતો, 14 માર્ચથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં વાલીઓને ફોર્મ ભરવા માટે 13 દિવસનો સમય અપાયો હતો અને 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. 26 માર્ચના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજ્યના કુલ 2.08 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. જોકે, હજુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા 30 માર્ચ સુધી મુદત વધારાયા બાદ અંતે કુલ 235387 ફોર્મ ભરાયા છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિજેક્ટ માટેની કાર્યવાહી  પૂર્ણ થઈ છે. ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ ફરી ફોર્મની જીલ્લા કક્ષાએ ચકાસણી કરાશે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget