શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, 16.2 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ  રહ્યું

ભેજનું પ્રમાણ વધતા રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ગગડ્યો છે. નલિયા 16.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ગાંધીનગર: ભેજનું પ્રમાણ વધતા રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ગગડ્યો છે. નલિયા 16.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગાંધીનગરમાં 17 ડિગ્રી તો અમદાવાદમાં લઘુતમ તાપમાન  18.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરતનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. 

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ભારે પવન સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.

ગાંધીનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજકોટમાં 19 ડિગ્રી અને ભાવનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  નલિયા 16.02 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સુરત શહેરમાં  21 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો જરોદાર ચમકારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં  બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.  

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.  શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે. આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે.  24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

25 અને 26 નવેમ્બરે  સૌરાષ્ટ્ર કચ્છ,  ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે.  3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.  

ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે. રાજ્યભરના માર્કેટયાર્ડના સત્તાધીશીઓએ સૂચના આપી છે ખેડૂતો અને વેપારીઓ પોતાની ખેત પેદાશોને સુરક્ષિત રીતે ઢાંકી દે. ડીસામાં માર્કેટયાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીને લઈને ખેડૂતોને સૂચના આપી છે. પાટણ એપીએમસીએ પણ ખેડૂતો અને વેપારીઓ માટે સૂચના જાહેર કરી છે. ખેત પેદાશોને ઢાંકીને રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના અપાઈ છે.               

રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ માવઠાની આગાહીને જોતા ખાસ તૈયારી કરી છે. મરચા અને મગફળીની આવક 3 દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. કપાસ સહિતના અન્ય પાકો માટે શેડની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 

Embed widget