શોધખોળ કરો

ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી કેટલા કલાક સુધી મધ્યમ વરસાદ રહેશે? હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં હાલ ચોમાસું વધુ સક્રિય બન્યું છે ત્યારે સોમવારે એટલે આજે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ ચોમાસું વધુ સક્રિય બન્યું છે ત્યારે સોમવારે એટલે આજે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભેજવાળા પવન કેન્દ્રિત થતાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. સાઉથ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 જુલાઈ : દ્વારકા, કચ્છ, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 7 જુલાઈ : દ્વારકા, કચ્છ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી,ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદને આગાહી. 8 જુલાઈ : પોરબંદર, જુનાગઢ, દ્વારકા, સુરત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને આગાહી કરી છે. સોમવારે એટલે આજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. રવિવારે રાતથી જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકડવાનું શરૂ થઈ ગયો છે. આગામી બે દિવસ ભારે રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget