શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મેડિકલના વિદ્યાર્થીઓ માટે શું કરી મોટી જાહેરાત ?
કોરોના કાળ વચ્ચે મેડિકલના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી રાહત આપવામાં આવી છે.
ગાંધીનગર: કોરોના કાળ વચ્ચે મેડિકલના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી રાહત આપવામાં આવી છે. સરકાર અને જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજમાં આ વર્ષે ફી વધારો નહીં થાય. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જાહેરાત કરી છે. તબીબી શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને સહાયરૂપ થવા માટે રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ હસ્તકની આઠ મેડીકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષ પુરતો કોઇ વધારો નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
કોરોના કાળ વચ્ચે મેડિકલના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. સરકારે મેડિકલ કોલેજમાં આ વર્ષે ફી ન વધારો નિર્ણય લીધો છે. ગુજરાતમાં આઠ મેડિકલ કોલેજોની કુલ 1600 બેઠકો પર કોઇ પ્રકારનો ફી વધારો નહીં કરવામાં આવે.
રાજ્યની સરકારી તથા જીએમઈઆરએસ હસ્તકની કુલ-17 મેડીકલ કોલેજ તથા ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં 3250 વિદ્યાર્થીઓને લાભ મળશે. તબીબી શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હયાત ફી લેવામાં આવે છે તે જ લેવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion