શોધખોળ કરો

હડતાળ કરી રહેલા ઈન્ટર્ન ડૉક્ટરોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું આપી ચીમકી ?

ઇન્ટર્ન ડોક્ટરની હડતાલને આરોગ્ય મંત્રી નીતિન પટેલે અયોગ્ય ગણાવી હતી. નીતિન પટેલે કહ્યું, પ્રજા, સરકાર અને દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાની પ્રવૃતિ ચલાવવામાં આવશે નહીં.

ગાંધીનગર: ઇન્ટર્ન ડોક્ટરની હડતાલને આરોગ્ય મંત્રી નીતિન પટેલે અયોગ્ય ગણાવી હતી. નીતિન પટેલે કહ્યું, પ્રજા, સરકાર અને દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાની પ્રવૃતિ ચલાવવામાં આવશે નહીં. ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ બિનશરતી પાછી ખેંચે અને સેવામાં લાગે. કામગીરીની સમીક્ષા કરી સ્ટાઈપેન્ડ વધારા અંગે વિચાર કરાશે. જે વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે તેની સામે પગલા ભરવામાં આવશે. નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું, આખી હડતાળ જ ગેરવાજબી છે. મેડિકલ ઈન્ટર્ન હાલની સ્થિતિનો ગેરલાભ લેવા પ્રયત્ન કરવો ન જોઈએ. જો ઈન્ટર્ન્સ તેમની હડતાળ જારી રાખશે તો સરકાર આકરા પગલાં ભરશે અને કાલથી ગેરહાજરી ભરવાનું શરૂ કરશે. ગેરહાજરી હશે તે ઈન્ટર્નને પીજીમાં એડમિશન પણ નહીં મળે. સરકારી હોસ્પિટલોના ઈન્ટર્ન ડૉક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારા માટે હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને રૂ. 12,800 સ્ટાઈપેન્ડ મળે છે, જે વધારીને રૂ. 20 હજાર કરવું જોઈએ. ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ પેટે કૉંગ્રેસે 20 હજાર ચૂકવવાની માંગણી કરી છે. મનીષ દોશીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી 2018ની પાછલી અસરથી 20 હજારની ચૂકવણી કરવાની માગ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે સાંજની OPD ચાલુ કરાશે. કોરોનાની કામગીરી હળવી થતા સાંજે પાંચ વાગ્યા સુધી OPD ચાલશે. કોરોનાની કામગીરીમાં હળવાશ અને દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નામાંકિત ખાનગી ડૉક્ટરો હવે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે માનદ સેવા આપશે. મહાનગરોમાં નામાંકિત ખાનગી ડૉક્ટરોની માનદ સેવાનો લાભ સરકારી હોસ્પિટલમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget