શોધખોળ કરો

Amreli Rain: અમરેલીના ખાંભામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ

હવામાન વિભાગ દ્વારા  વરસાદની આગાહી વચ્ચે  અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના  ખાંભા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

અમરેલી: હવામાન વિભાગ દ્વારા  વરસાદની આગાહી વચ્ચે  અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના  ખાંભા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  ખાંભા, બોરાલા, ખડાધાર, ધાવડિયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.  ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા.  વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  

અનેક જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહલો રહેશે.  દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. 

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી

આજથી 12 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. 21 જૂન બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસશે.  આજથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.  મુંબઈના લો લાઈન વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત  અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  17 થી 19 જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે.  જ્યારે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાશે. દેશના અનેક ભાગમાં  અતિભારે વરસાદ થશે.  

હવામાન વિભાગની આગાહી

દેશનાં ઘણાં રાજ્યો અત્યારે ભારે ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યાં છે. હીટવેવને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવના કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હાલત ખરાબ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચાર દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ (Rain) પડી શકે છે.

અનેક રાજ્યોમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો કે કેટલાક રાજ્યોમાં હળવા વરસાદ (Rain)ને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ પછી પણ તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહે છે. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો આ સમયે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં 6 જૂને ચોમાસું (Monsoon) આવી ગયું છે. ચોમાસું (Monsoon) હવે રત્નાગીરી અને સોલાપુર તરફ આગળ વધી રહ્યું છે. 9-10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ આવી શકે છે.

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Mehsana: બેન્કમાં પૈસા ઉપાડવાનું કહીને ઘરેથી નીકળેલા અમદાવાદના માતા-પુત્રીની નર્મદા કેનાલમાંથી મળી લાશ
Mehsana: બેન્કમાં પૈસા ઉપાડવાનું કહીને ઘરેથી નીકળેલા અમદાવાદના માતા-પુત્રીની નર્મદા કેનાલમાંથી મળી લાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફાયદાનું બજાર
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા પાર્ટનરનું 'ડાર્ક સિક્રેટ'
Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ
Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
Asian Games Day 3: એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા 6 મેડલ, જાણો પોઈન્ટ ટેબલમાં શું છે સ્થિતિ
Asian Games Day 3: એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા 6 મેડલ, જાણો પોઈન્ટ ટેબલમાં શું છે સ્થિતિ
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Weather update: આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડા-વીજળી સાથે ભારે વરસાદની આગાહી
Weather update: આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડા-વીજળી સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી
દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Explained: નવો LPG નિયમ, 2.5 કરોડ ગ્રાહકોની વધી શકે છે મુશ્કેલીઓ, આજે જ કરો આ કામ
Explained: નવો LPG નિયમ, 2.5 કરોડ ગ્રાહકોની વધી શકે છે મુશ્કેલીઓ, આજે જ કરો આ કામ
Embed widget