શોધખોળ કરો

વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત

આજે આંતરરાષ્ટ્રીય વૂમન્સ ડે છે અને આ અવસરે આશાવર્કસ બહેનો તેમની પેન્ડિંગ માંગણીઓને લઇને પરેશાની થતી જોવા મળી. સમયસર પગાર આપવા સહિતને મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કર્યું હતું

ગાંધીનગર: આજે સમગ્ર વિશ્વ વૂમન્સના સન્માનમાં ઇન્ટરનેશનલ વૂમન્સ ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગાંધીનગરમાં આશાવકર્સ તેમના પેન્ડિંગ પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ દરમિયાન પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ સત્યાગ્રહ છાવણીમાં  ધરણા પ્રદર્શન કર્યું હતું. તેમના પડતર માંગણીમાં  ઈન્સેટીવ પ્રથા,  ઓનલાઈન કામગીરી બંધ કરવા માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોકરીના કલાક નક્કી કરવા, પગાર સમયસર કરવાની માગણી સાથે કાળી પટ્ટી બાંધીને મહિલાઓએ તેમના  અધિકારોને લઇને અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કસની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આશાવર્કશ બહેનોએ ધરણા અને વિરોધ પ્રદર્શન રેલી માટે મંજૂરી લીધી ન હતી. મહિલા દિવસના અવસરે આ મહિલા કર્મચારીઓ ઘરણા કરીને તેમના સળગતા પ્રશ્નો સામે સરકારનું ધ્યાન દોરવા ઇચ્છતી હતી. આશાવર્કસ તેમના પ્રશ્નો ન ઉકેલાતા રોષમાં જોવા મળ્યાં હતા. આક્રોશ અને માયુસી સાથે આશાવર્કસનું કહેવાનું હતું કે, "જો ખરા અર્થમાં વૂમન્સનું સન્માન કરવા ઇચ્છો અને ખરા અર્થમાં વૂમન્સ ડેની ઉજવણી કરવા ઇચ્છતાં હોય તો પહેલા ગુજરાતની આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડીની બહેનો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને તેમનો બંધારણીય હક લઘુત્તમ વેતન આપીને તેમને આર્થિક રીતે સશક્ત કરો"

એક આશા વર્કરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું કે,વધુમાં તેમણે ઉમેર્યું કે, ઉદ્યોગપતિઓેને જો જમીન આપવાની હોય કે મોટા કોન્ટ્રાક્ટ આપવાના હોય તો નવા નિયમો બની જાય છે. પરંતુ બંધારણની અંદર જે નિયમ છે લઘુત્તમ વેતનનો તેનું પાલન કરવા માટે આ લોકો તૈયાર નથી. આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સરકારને આ SC, ST અને OBCની પછાત તથા ગરીબ મહિલાઓને ન્યાય આપવામાં જરાય રસ નથી. આક્રોશ વ્યકત કરતા જણાવ્યું કે, , સરકારને ખબર છે કે કેટલાય વર્ષોથી આશા વર્કર બહેનો પીડાઈ રહી છે. તેમની માંગણીઓ નાની નાની છે, લઘુત્તમ વેતનથી લઈને અન્ય પ્રશ્નો છે. પરંતુ આજદિન સુધી જાણતા હોવા છતાં અજાણ્યા બનવાનો ઢોંગ કરી રહ્યા છે અને મહિલાઓને મદદ કરવા તૈયાર નથી.​તેમના બિલ્ડરોને જો કોઈ નુકસાન થવાનું હોય તો રાતોરાત નિયમો બદલાઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget