શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં વધુ એક યુવતીની હત્યાથી હાહાકાર, મોબાઇલના ચાર્જરથી ગળે ટૂંપો આપી કરી હત્યા

સુરેન્દ્રનગરમાં વધુ એક યુવતીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. લીંબડી પછી હવે ચોટીલામાં યુવતીની હત્યા થઈ છે. ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં યુવતીની હત્યા નિપજતાં ચકચાર મચી ગઈ છે.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં વધુ એક યુવતીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. લીંબડી પછી હવે ચોટીલામાં યુવતીની હત્યા થઈ છે. ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં યુવતીની હત્યા નિપજતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં ભગાડી જનાર યુવકે યુવતીની બેનની હત્યા નીપજાવી હોવાની ચર્ચાએ વેગ પકડી છે. મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. 

વધુ તપાસમાં મૃતક યુવતી બોટાદ જીલ્લાના દલડી ગામની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

Surendranagar : ભાઈએ જ દુપટ્ટાથી ગળું દબાીને કરી નાંખી બહેનની હત્યા ને લાશ ફેંકી દીધી કૂવા, કારણ જાણી ચોંકી જશો

સુરેન્દ્રનગરઃ લીંબડીમાં ભોગાવાના કૂવામાંથી શુક્રવારે યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ યુવતીની લાશને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ યુવતીની હત્યા કરીને લાશ કુવામાં ફેંકી દીધી હોવાનો ધડાકો થયો છે. એટલું જ નહીં, આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના સગા ભાઈએ જ કરી હોવાનું સામે આવ્યું છે.

બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો બદનામી થશે એ બીકે ભાઈએ જ બહેનની હત્યા કરી નાંખી હતી. અવાજ બહાર ન જાય એટલે ટીવીનું વૉલ્યુમ વધારી હત્યા કરી હતી. ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેન કરી હત્યા. દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે. લીંબડીમાં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો.

નયના ઉર્ફે જાગુ રાઠોડની ખૂદ તેના ભાઈ દિનેશ રાઠોડે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, તેઓ 5 વર્ષથી પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. અહીં તેની બહેનને રોહિત ઈશ્વર ઠાકોર સાથે આંખ મળી ગઈ હતી, જે તેમને મંજૂર નહોતું. આથી બહેનને પ્રેમસંબંધ તોડી નાંખવા જણાવ્યું હતું. જોકે, બહેન ન માનતા તેઓ લીંબડી રહેવા આવી ગયા હતા. 

જોકે, અહીં આવ્યા પછી પણ નયના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી. દરમિયાન ગત 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને સંબંધીને ત્યાં પ્રસંગે હતો. ત્યારે બહેન પ્રસંગ છોડી ઘરે આવી ગઈ હતી અને કબાટમાં કશુ શોધી રહી હતી. આ સમયે ભાઈ પણ તેની પાછળ પાછળ આવ્યો હતો અને શું શોધી રહી હોવાનું પૂછતાં ડોક્યું શોધતી હોવાનું જણાવ્યું હતું. જેથી ભાઈને ઘરેણા લઈને ભાગી જવાની શંકા જતાં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

દિનેશે ઘરનો દરવાજો બંધ કરી ટીવીનું વૉલ્યુમ વધારીને રૂમમાં દાખલ થયો. આ પછી કબાટ ફેંદી રહેલી બહેનને પાછળથી દુપટ્ટો ખેંચી ગળું દબાવી દીધું હતું. બાજુમાં રાખેલી સેટીમાં બહેનને ઊંઘી પટકી, તેના ઉપર બેસી ગયો. તેમજ દુપટ્ટા વડે ગળું દબાવી ત્યાં જ પતાવી દીધી હતી. આ પછી બપોરે દિનેશે પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને ભરી કોથળીને ઘરના પાછળના ભાગે કાઢી, દરવાજા પાછળ છુપાવી દીધો હતો. દરમિયાન બપોરે અઢી વાગ્યે તેની માતા અનુબેનનો ફોન આવ્યો હતો કે નયના અહીં ક્યાં દેખાતી નથી. દિનેશે ઘરે ન આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ પછી દિનેશ ઘરને તાળું મારીને સંબંધીને ત્યાં પહોંચ્યો. ત્યાં બધા સાથે મળીને તે પણ નયનાને શોધવા લાગ્યો હતો.

તેમજ આ પછી મોકો મળતા બહેનનું મોઢું પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દીધું. હાથ-પગ દોરી અને દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મૃતદેહ જલદી પાણી બહાર ન આવે એટલે પાણીમાં ડુબાડવા માટે નયનાના પગ વાયરોથી બાંધી સાથે કોથળીમાં રેતી ભરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ બીજા દિવસે બહેનનું મનગમતું મન્ચુરિન્યન લઈને કૂવામાં નાખી આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Embed widget