શોધખોળ કરો

Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી

ગુજરાતમાં કાલે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.  કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ:  રાજ્યમાં ફરી એક વખત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.  ગુજરાતમાં કાલે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.  કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદી સિસ્ટમ બની હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે. જેની અસર ગુજરાત પર થશે.

હવામાન વિભાગે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.આ નવા રાઉન્ડમાં અતિભારે વરસાદ વરસશે.  સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.  

કાલે આ જિલ્લામાં વરસશે મેઘરાજા

આવતીકાલે શનિવારે 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીની સાથે મહીસાગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી લેવામાં આવ્યું છે.  પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21  ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99  ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81  ટકા, સૌરાષ્ટ્રમાં 76.36  ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67  ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97  ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
Embed widget