શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદ અને ચોમાસાને લઈ પરેશ ગોસ્વામીએ કરી આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. 18થી 22મી જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા છે. રાજ્યમાં તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે.

15  જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી 15  જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે. આ કારણે નૈઋત્યનું ચોમાસું  ફરીથી સક્રિય થશે. આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે. જેના પરિણામે, 16થી 20 જૂન સુધી  ગુજરાતના નવસારી, વલસાડ, વાપી, ડાંગ,દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 

ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેથી સૌથી વધારે અસર  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેમ પરેશ ગોસ્વામીએ કહ્યું છે. 

આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યયા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથ હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ, પોરબંદર, મોરબી રાજકોટ અને જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget