શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી અને વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી  વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી  વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવે તમામની નજર ચોમાસા પર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે.  હવામાન  નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને  લઈ મોટી આગાહી કરી છે.  આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે.  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે  આ વર્ષે માવઠું અને પ્રિ મોનસૂન એક્ટિવિટી જોવા મળી. તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ નીચો રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં અલનીનોની અસર નહીં હોય.  

15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે,  આગામી 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે.  અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું છે. મોનસૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી 15 જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા 18થી 22 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતાઓ છે. 

ચોમાસું સારુ રહેવાની આગાહી

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી. આ વર્ષે ચોમાસું સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે.  તેમણે વધુમાં જણાવ્યું કે, બે રાઉન્ડની અંદર પ્રિ મોનસૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે. જો કે એ પ્રિ મોનસૂન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે. સમગ્ર જૂન મહિનો એટલે કે 30એ 30 દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારાનો સામનો જૂન મહિનામાં કરવો પડશે. નૈરુત્યનું ચોમાસું 18થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે.   

પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ

15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે. જો કે હાલ ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જતાં અકળાવી દેતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

રાજ્યના આ 13 જિલ્લામાં આજે વરસાદની આગાહી

આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત  ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે.  રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદનું  અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget