Patan News: ધારાસભ્ય કિરીટ પટેલે ACBને લખ્યો પત્ર, ભૂખ હડતાળ પર જવાની આપી ચિમકી, જાણો વિગત
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ઉત્તરવહી- પુરાવની ખરીદી અંગે ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી જે ભ્રષ્ટાચાર થયો તેનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે.
![Patan News: ધારાસભ્ય કિરીટ પટેલે ACBને લખ્યો પત્ર, ભૂખ હડતાળ પર જવાની આપી ચિમકી, જાણો વિગત Patan MLA Kirit Patel letter to ACB and threats to go on hunger strike know details Patan News: ધારાસભ્ય કિરીટ પટેલે ACBને લખ્યો પત્ર, ભૂખ હડતાળ પર જવાની આપી ચિમકી, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/09/57eb79979fc195a4fa38f402ce137945172051961255676_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Latest Patan News: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ACBને પત્ર લખી ભૂખ હડતાળ પર જવાની ચિમકી આપી છે. તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી-પુરાવણી ખરીદી ભ્રષ્ટાચાર પ્રકરણ ૨૦૧૯ની તપાસ સત્વરે પૂર્ણ કરવા કરી માંગ કરી છે. જો સત્વરે કાર્યવાહી કરવામાં નહી આવે તો એ સી બી ઓફિસ સામે ભુખ હડતાલ કરવા અને નામદાર હાઇકોર્ટમાં પીટીશન કરવા આપી ચિમકી આપી હતી.
પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા
(૧) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ઉત્તરવહી- પુરાવની ખરીદી અંગે ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી જે ભ્રષ્ટાચાર થયો તે અંગે મને મળેલ રજુઆતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમને આધારે આ પ્રકરણની તપાસ સત્વરે પૂર્ણ થાય તે માટે જુદા - જુદા સ્તરે સતત રજુઆતો કરી છે.આ બાબતે ખુબ લાંબા સમયથી તપાસ ચાલુ છે. માર્ચ ૨૦૧૯ માં આ અંગે ફરીયાદ પણ આપવામાં આવેલ છે. તપાસના કામે મેં મારું લેખિત નિવેદન આધાર – પુરાવા સાથે તા -૫/૫/૨૦૨૨ ના રોજ તપાસ અધિકારીને આપેલ છે. તે બાદ મેં મૌખિક તથા લેખિતસતત રજુઆતો કરી છે.
(૨) જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં વિદ્યાર્થીઓની ફી ના જાહેર નાણાં હોઈઆ બાબતે તપાસમાં વિલંબ વધુ ભ્રષ્ટાચારને અવકાશ પૂરો પડે છે. જે ભ્રષ્ટાચાર થયો છે તે સ્પષ્ટ છે. વર્ષ – ૦૧૮ માં અચાનક જ પુરવણીના ભાવમાં ૪૩૧ % અને ઉત્તરવહીના ભાવમાં ૨૫૫ % નો ભાવ વધારો સામાન્ય ગણી શકાય નહિ.જે સાઈઝની ઉત્તરવહી ૩.૩૫ પૈસામાં આવતી હતી. એટલા જ પેજની ઉત્તરવહીના ૮.૫૫ કેવી રીતે ચૂકવી શકાય. મારી રજુઆતો બાદ આજે આ ઉત્તરવહી ફરી વર્ષ ૨૦૨૧ -૨૨ માં આજ યુનિવર્સિટી ૪.૦૦ રૂપિયા આસપાસ ભાવથી ખરીદવા લાગી. ભ્રષ્ટાચાર કરવા બાબતે ટેન્ડરમાં ખાસ જોગવાઈ કરી આયોજન પૂર્વકનો ભ્રષ્ટાચાર કરેલ છે. જેમાં તે સમયના તમામ કારોબારી સભ્યો અને અધિકારી પણ જવાબદાર છે.
(૩) આ પ્રકરણના ભ્રષ્ટાચાર અંગે જુદા - જુદા લોકોએ રજૂઆત કરેલ પરંતુ તેમાંથી કેટલાક લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતા હોઈ અને યુનિવર્સિટી જોડે તેમની કોલેજોનું જોડાણ હોવાના કારણે નિવેદનો બદલી સમગ્ર બાબત ઉપર પડદો પડાવવાનો પ્રયાસ થયો છે અને જાહેર સરકારી નાણાંના ભ્રષ્ટાચારને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોય તેવી માહિતી મને મળેલી છે. આજ બાબત પુરવાર કરે છે કે, ભ્રષ્ટાચાર થયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)