રાષ્ટ્રીય માનવાધિકાર પંચે રાજ્ય સરકારને પાયલ ગોટીને ₹7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય ગેરકાયદે ધરપકડ અને માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોને લઈને આવ્યો હતો.
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ, 7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પાયલ ગોટીને 7.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.

- અમરેલીના પાયલ ગોટી કેસમાં NHRCએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો.
- પંચે પાયલ ગોટીને 7.50 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો.
- ગેરકાયદે ધરપકડ અને પરેડના ગંભીર આરોપો પંચે માન્યા.
- નકલી લેટરપેડ વિવાદે પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા.
અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચે પાયલ ગોટીને 7.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના આરોપોને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત નકલી લેટરપેડના વિવાદ બાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. અડધી રાત્રે મહિલાની ધરપકડ ન થઈ શકે તેમ છતા માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હોવાના કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે પ્રહાર કર્યા હતા.
અમરેલીના બહુચર્ચિત પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી વિશિષ્ટ સુનાવણી દરમિયાન પંચે પોલીસની કાર્યવાહીની ગંભીર નોંધ લેતાં પાયલ ગોટીને રૂ. 7.50 લાખનું વળતર ચૂકવવાનો રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે.
ગેરકાયદે ધરપકડ અને માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત નકલી લેટરપેડના વિવાદ બાદ પોલીસે પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરી હતી. આ ઉપરાંત, પોલીસ દ્વારા તેમની ગેરકાયદેસર અટકાયત કરી પરેડ કરાવવાના ગંભીર આક્ષેપો સાથે NHRCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મુદ્દે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે પણ સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાયદા મુજબ અડધી રાત્રે મહિલાની ધરપકડ ન થઈ શકે તેમ છતાં પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરીને માનવ અધિકારોનો ખુલ્લેઆમ અનાદર કર્યો હતો. NHRC સમક્ષ ગેરકાયદે ધરપકડ, પરેડ અને માનવાધિકાર ભંગના મુદ્દાઓ પર વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ પાસાઓ અને દલીલો વિચારણામાં લીધા બાદ આયોગે પાયલ ગોટીના પક્ષમાં આ મહત્વનો આદેશ સંભળાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત નકલી લેટરપેડના વિવાદ બાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. પાયલ ગોટીએ પોલીસ કસ્ટડી દરમિયાન પોતાની સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
Before You Go
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Frequently Asked Questions
પાયલ ગોટી લેટરકાંડમાં NHRC દ્વારા શું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો?
પાયલ ગોટીની ધરપકડ શા માટે કરવામાં આવી હતી?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત નકલી લેટરપેડના વિવાદ બાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને કારણે પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા.
આ કેસમાં પોલીસ પર કેવા આરોપો મૂકવામાં આવ્યા હતા?
પોલીસ પર ગેરકાયદે ધરપકડ, અડધી રાત્રે મહિલાની ધરપકડ, પરેડ કરાવવા અને કસ્ટડીમાં શારીરિક-માનસિક ત્રાસ આપવાના આરોપો હતા. આ મુદ્દે માનવાધિકાર ભંગની ફરિયાદ નોંધાઈ હતી.
પાયલ ગોટી કેસમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે કોણે અવાજ ઉઠાવ્યો હતો?
કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે ગંભીર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદા મુજબ અડધી રાત્રે મહિલાની ધરપકડ ન થઈ શકે.




















