શોધખોળ કરો

Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક

Somnath Amrut Mahotsav: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આયોજિત "અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

Somnath Amrut Mahotsav:  સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો છે. 90 મીટર ઊંચી ક્રેઈનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાયા બાદ મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર અભિષેક કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આયોજિત "અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર દેશભરના 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. આ કુંભાભિષેક માટે એક વિશેષ કળશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન 11 તીર્થસ્થળોમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી મંદિરના 90-મીટર ઊંચા શિખર પર અભિષેક કરવામાં આવ્યો હતો. 

સોમનાથના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક કરાયો હતો. સોમનાથ મંદિરના શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથમાં સૂર્યકિરણની ટીમનો એર શૉ જોવા મળ્યો હતો. સૂર્યકિરણની ટીમના આકાશમાં અનોખા કરતબ જોવા મળ્યા હતા. 

રોડ શો યોજાયો 

સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં હાજરી આપતા પહેલા પીએમ મોદીએ એક રોડ શોમાં ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ભવ્ય રોડ શોમાં વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. હેલિપેડથી સોમનાથ મંદિર સુધી વિશાળ રોડ શો યોજાયો હતો, જેમાં હજારો લોકો રસ્તાની બન્ને બાજુ ઉભા રહી વડાપ્રધાનનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. સમગ્ર માર્ગ દેશભક્તિના નારા અને ધાર્મિક ઉલ્લાસથી ગૂંજી ઉઠ્યો હતો. રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Embed widget