શોધખોળ કરો

PM Modi 22 ફેબ્રુઆરી ગુરૂવારે ગુજરાતના પ્રવાસે, 13 હજાર કરોડના વિકાસકાર્યોની રાજ્યને આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે.

ગાંધીનગર:પ્રધાનમંત્રી   નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ ગુજરાત માટે અનેક વિકાસકાર્યોની ભેટ લઇને આવી રહ્યા છે, ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા જઇ રહ્યા છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
  • ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ
  • રૂ.2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે
  • રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
  • માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
  • અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ  છે.

ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે.

આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

રેલવે વિભાગના ₹2300 કરોડથી વધુના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂ.2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73 કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે.

માર્ગ અને મકાન વિભાગના અંદાજિત રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ R&B), નેશનલ હાઇવે (NH) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં રૂ.310 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત રૂ.1400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે. આમ, માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. 

અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે તૈયાર થયેલા  એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ 

બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત રૂ394 કરોડના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે,  જેનું લોકાર્પણ આગામી 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે થશે.

આ એરબેઝ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમીના અંતરે સ્થિત છે, જે દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ડીસા એરફિલ્ડની સ્થાપનાથી ભારતને પશ્ચિમ સરહદ પર જમીન અને સમુદ્ર પર એક સાથે કામગીરી કરવા માટે ભૌગોલિક રીતે સુરક્ષિત લોન્ચ પેડ મળશે. અમદાવાદ અને વડોદરાના મહત્વના આર્થિક કેન્દ્રોને એર ડિફેન્સ પ્રોવાઇડ કરવામાં ડીસા એરફિલ્ડ મહત્વપૂર્ણ બની રહેશે. GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ)ના ધોરણોને અનુસરીને, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અને ગ્રીન ફિલ્ડના ખ્યાલોનો ઉપયોગ કરીને આ એરફોર્સ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ એરફોર્સ સ્ટેશનના નિર્માણથી કચ્છ અને દક્ષિણ રાજસ્થાન વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ આવશે કારણ કે તે સ્થાનિકો માટે સારી રોજગારીની તકો ઊભી કરશે UDAN RCS થી રિજિયોનલ એર કનેક્ટિવિટી આપશે. આ એરફિલ્ડ ભારતને, મહત્વપૂર્ણ કંડલા બંદર તેમજ જામનગર ઓઈલ રિફાઈનરીથી પૂર્વમાં એર હેડ પ્રદાન કરીને તેની આર્થિક અને ઊર્જા આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે અને આ વિસ્તારમાં HADR મિશન માટે લોન્ચ પેડ તરીકે પણ કામ કરશે.

રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન અને રૂ.248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો

જળ સંસાધન વિભાગ હેઠળ રૂ.1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેમાં માધવગઢથી રાયગઢ પાઇપલાઇન અને થરાદથી સીપુ ડેમ પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ બાલારામ-મલાણા પાઇપલાઇન અને સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટેની પાઇપલાઇનના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ.248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ.2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ.1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત તેમજ ઊર્જા મંત્રાલયના રૂ.612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

ઉપર જણાવેલ તમામ  વિકાસકાર્યો ઉપરાંત, અંદાજિત રૂ. 507 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના 9 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંદાજિત રૂ.108 કરોડના ખર્ચે IMD-પ્રવાસન વિભાગના 3 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ રૂ.36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આમ, મહેસાણા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget