PM Modi Road Show : વડાપ્રધાન મોદીએ રોડશો દરમિયાન પહેરી અનોખી ભગવા ટોપી, જાણો આ ટોપી વિશે
PM Modi'S Bhagva topi : વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભાજપ કાર્યકરોનું અભિવાદન સ્વિકારી રહ્યા છે. પીએમ મોદીએ કેસરી ટોપી પહેરી છે.

AHMEDABAD : પીએમ મોદીનો એરપોર્ટ પરથી રોડ શો શરુ થઈ ગયો છે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ પીએમ મોદીની ખુલ્લી ગાડીમાં સવાર છે. વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભાજપ કાર્યકરોનું અભિવાદન સ્વિકારી રહ્યા છે. પીએમ મોદીએ કેસરી ટોપી પહેરી છે. રોડશો દરમિયાન વડાપ્રધાન મોદીએ અનોખી ભગવા ટોપી પહેરી છે. તેમની સાથે રહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ એવી જ ટોપી પહેરી છે. આવો જાણીએ વડાપ્રધાન મોદીએ પહેરેલી કેસરી કલરની ટોપી વિશે.
વડાપ્રધાનની ભગવા ટોપી
વડાપ્રધાન મોદી જ્યાં જાય ત્યાં તેમના પોશાકની ચર્ચા જરૂરથી થાય છે. અમદાવાદ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ સુભાષ ચંદ્ર બોઝ સ્ટાઇલની કેસરી ટોપી પહેરી છે. આ ટોપી પર આગળની બાજુ ભારતીય જાણતા પાર્ટીના ચિહ્ન કમલનું નિશાન છે.
શું સૂચવે છે આ ભગવા ટોપી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને સાથે ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. આ પાંચ રાજ્યોના પરિણામના આજે બીજા દિવસે વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો છે. આ ચાર રાજ્યોમાં લહેરાયેલા ભાજપના ભગવાની ઉજવણીના પ્રતીક રૂપે વડાપ્રધાને આ કેસરી ટોપી પહેરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વારાણસી રોડશોમાં પણ પહેરી હતી ભગવા ટોપી
આ પહેલી વાર નથી કે પીએમ મોદીએ આવી કેસરી ટોપી પહેલી વાર પહેરી હોય. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશ ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા વારાણસીમાં પ્રચાર દરમિયાન કરેલા રોડશોમાં પણ આ જ પ્રકારની કેસરી ટોપી પહેરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
