શોધખોળ કરો

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડોદરા અને નવસારીની મુલાકાત દરમિયાન રેલવે, હાઈવે, આવાસ અને શહેરી વિકાસના ડઝનબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતને ₹35,200 કરોડના વિકાસકાર્યોની ભેટ.
  • રેલવે-હાઈવેના ₹32,606 કરોડના મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
  • વડોદરા શહેરી વિકાસ, ગ્રીન એનર્જી અને 13,888 આવાસો મળશે.

PM Narendra Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યને કુલ ₹35,200 કરોડથી વધુના મહત્ત્વાકાંક્ષી વિકાસકાર્યોની ભેટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં કેન્દ્ર સરકારના ₹32,606 કરોડ અને રાજ્ય સરકારના ₹2,597 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નવસારીની પણ મુલાકાત લેશે.

રેલવે અને હાઈવેના મેગા પ્રોજેક્ટ્સ

આ પ્રવાસનું સૌથી મોટું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના જંગી રોકાણવાળા પ્રોજેક્ટ્સની શરૂઆત થશે:

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC): ₹20,703 કરોડના ખર્ચે ન્યૂ સાણંદ-ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT (102 કિ.મી.) સેક્શનનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત WDFC પર નવી માલગાડીને ફ્લેગ ઑફ પણ અપાશે.

નવા ટ્રેક અને ટ્રેન: વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું ₹8,885 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે. વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન શરૂ કરાશે.

નેશનલ હાઈવે (NHAI): ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ અંતર્ગત NH-48 વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પર ₹907.39 કરોડના ખર્ચે નવા પુલ, કામરેજ-ચલથાણ વચ્ચે ₹686.15 કરોડના ખર્ચે સિક્સ-લેન રોડનું નિર્માણ થશે. NH-53 પર ₹187.11 કરોડના ખર્ચે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને ₹59.90 કરોડના ખર્ચે કંડારી તથા લુવારા ખાતે ફ્લાયઓવર ખુલ્લા મુકાશે.

શહેરી વિકાસ, ગ્રીન એનર્જી અને આવાસ યોજનાઓ

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916.38 કરોડના 8 જેટલા પ્રોજેક્ટ્સ હાથ ધરાશે:

વડોદરાનો વિકાસ: ₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીનું ખાતમુહૂર્ત થશે. વુડા (VUDA) હસ્તક પૂર્વ વિસ્તારના 11 ગામો માટે ₹203.77 કરોડના ખર્ચે પાણીની ટાંકી, ફિલ્ટર પ્લાન્ટ અને ડ્રેનેજ વ્યવસ્થાનું લોકાર્પણ થશે. આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાનો પોન્ટૂન પ્લાન્ટ શરૂ કરાશે.

ગ્રીન એનર્જી: મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. વડોદરા અને સુરતમાં ₹94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે.

આવાસ યોજના: PMAY-G (ગ્રામીણ) યોજના હેઠળ રાજ્યભરમાં ₹236.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13,888 મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવશે.

બ્રિજ, પાણી પુરવઠો અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર નદી પર ₹150 કરોડ અને વાત્રક નદી પર ₹74.10 કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ બનાવવામાં આવશે, તેમજ નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ બ્રિજનું નિર્માણ થશે.

આ ઉપરાંત, આણંદમાં નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને નવસારીના એરુ PHQ ખાતે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં ₹214.52 કરોડના ખર્ચે ત્રણ RWSS પેકેજ ખુલ્લા મુકાશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા GIDC હેઠળ ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ અને સાવલીમાં રસ્તા પહોળા કરવાના કામોનું પણ લોકાર્પણ થશે. આ તમામ બહુઆયામી વિકાસકાર્યો ગુજરાતની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવી નાગરિકોના જીવનધોરણમાં મોટો બદલાવ લાવશે.

Frequently Asked Questions

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત ક્યારે અને કયા હેતુથી લઈ રહ્યા છે?

વડાપ્રધાન 8 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. તેઓ વડોદરા અને નવસારી જશે અને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.

આ વિકાસકાર્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલો ફાળો છે?

આ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકારના ₹32,606 કરોડ અને રાજ્ય સરકારના ₹2,597 કરોડથી વધુનો ફાળો છે. કુલ ₹35,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

મુલાકાત દરમિયાન કયા મુખ્ય રેલવે અને હાઈવે પ્રોજેક્ટ્સ રજૂ કરાશે?

ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના પ્રોજેક્ટ્સમાં WDFC સેક્શનનું લોકાર્પણ અને વડોદરા-રતલામ વચ્ચે નવા ટ્રેકનું ખાતમુહૂર્ત થશે. NHAI હેઠળ ₹1,840 કરોડના ખર્ચે પુલ અને સિક્સ-લેન રોડ બનાવાશે.

શહેરી વિકાસ, ગ્રીન એનર્જી અને આવાસ યોજનાઓ માટે કયા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે?

વડોદરા રિંગ રોડ અને મ્યુનિસિપલ કચેરીનું ખાતમુહૂર્ત થશે. કડાણા ડેમ પર 110 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. 13,888 PMAY-G મકાનો લાભાર્થીઓને સોંપાશે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget