શોધખોળ કરો

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આશરે 10 હજારથી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે કરાશે શિક્ષકોની કાયમી ભરતી કરાશે. આજે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થાય એવી શક્યતા છે. 

હવે ગુજરાત સરકારે રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકારે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. હાલ તેને લઇને અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. 

આ વખતે એક સાથે ૧૦ હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. થોડા સમય પહેલાં મળેલી કેબિનેટમાં પણ આ મુદ્દે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર એક સાથે આટલાં બધા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવશે. ટેટ ૨ પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ટેટ ૧ પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ભરતી ઓછી થશે. અગાઉ પણ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં સરકારે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં ગુજરાત સરકાર પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget