શોધખોળ કરો
Advertisement
ટ્રાફિકના નવા નિયમોનો લખતરમાં વિરોધ, આવતીકાલે બંધના એલાનના લાગ્યા બોર્ડ
આવતીકાલથી રાજ્યમાં લાગુ થઈ રહેલા નવા ટ્રાફિક નિયમોને લઈને ઠેર-ઠેર લોકો રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોમાં રાહત આપવામાં આવી હોવા છતા લોકોને દંડની રકમ વધારે લાગે છે.
સુરેન્દ્રનગર: આવતીકાલથી રાજ્યમાં લાગુ થઈ રહેલા નવા ટ્રાફિક નિયમોને લઈને ઠેર-ઠેર લોકો રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોમાં રાહત આપવામાં આવી હોવા છતા લોકોને દંડની રકમ વધારે લાગે છે. ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ સુરેન્દ્રનગરના લખતરમાં પણ થયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં ટ્રાફિકના નિયમોને લઈને બંધના એલાનનું બોર્ડ ગાંધીચોકમાં મુકવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરના લખતરમાં મોટર વ્હિકલ એક્ટ 2019ના નવા કાયદાના વિરોધમાં બોર્ડ મુકવામાં આવ્યું છે. હેલ્મેટ સહીત પીયુસી, લાયસન્સના નિયમોમાં મોટી રકમના દંડના કાયદા સામે વિરોધ કરવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં લખતરના વેપારીઓ અને દુકાનદારોને પણ બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion