શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ 

ચોમાસાની વિદાય વચ્ચે આજથી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ : ચોમાસાની વિદાય વચ્ચે આજથી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 33 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જે સામાન્ય કરતા 26 ટકા વધુ છે. આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી 

મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કેહવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. પરંતુ કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે. 

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઈન સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે.

ગુજરાતમાં 108 ટકા કરતાં વધારે વરસાદ

કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget