શોધખોળ કરો

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

Gujarat Rain Red Alert: મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે

Gujarat Rain Red Alert: હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સિસ્ટમમાં થયેલા ફેરફારને કારણે આજે રાજ્યમાં વરસાદની દિશા બદલાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વાતાવરણીય પલટાના પરિણામે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત મુસળધાર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અર્થે અનેક જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ વરસાદી સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ ફંટાઈ હોવાથી અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જેવા જિલ્લાઓમાં પણ આકાશી આફત જેવા તોફાની વરસાદી પવનો સાથે સાંબેલાધાર વરસાદ વરસવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.

Heavy Rain: વલસાડમાં આકાશી આફતથી 3 તાલુકા પ્રભાવિત, ઉમરગામમાં 35 ઇંચ બાદ વધુ 7 ઇંચ ખાબક્યો

રાજ્યમાં વરસાદની દિશા બદલાતાં હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત પર જળબંબાકારનું સંકટ ઘેરાયું છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તેમજ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને નદી-નાળાની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Embed widget