શોધખોળ કરો

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સિઝનનો કુલ વરસાદ હજુ 8 ટકા ઓછો, ખેડૂતો માટે મહત્વપૂર્ણ.

Rain in Gujarat: રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. ચોમાસાની વિદાય સાથે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં પણ ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની રહેશે.

આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડી શકે છે. જોકે મોટા પાયે ભારે વરસાદની શક્યતા હાલ ઓછી છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.

સિઝનમાં હજુ 8 ટકા વરસાદની ઘટ

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હોવા છતાં સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં હજુ 8 ટકા ઓછો છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવે ચોમાસાના બાકીના દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો અને ખેતી માટે મહત્વનો બની રહેશે.

રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે. છતાં રાજ્યમાં હજુ 8 ટકા વરસાદની ઘટ યથાવત છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 71 ટકા અને સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો- IMD Weather Alert:  દેશના 2 રાજ્યોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

છેલ્લા 24 કલાકમાં દેશનના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ નોંધાયો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં 21 સેમી કે તેથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, ઝારખંડ, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેલંગાણામાં ખૂબ જ ભારે વરસાદ (12 થી 20 સેમી) પડ્યો છે. વધુમાં, ગંગા પશ્ચિમ બંગાળ, સિક્કિમ, છત્તીસગઢ, બિહાર અને ગોવામાં ભારે વરસાદ નોંધાયો છે. 

Advertisement

ટોપ સ્ટોરી

ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Embed widget