Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની વિદાયની વચ્ચે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

- ચોમાસાની વિદાય વચ્ચે ગીર સોમનાથ-અમરેલીમાં વરસાદી ઝાપટાં પડ્યા.
- તાલાલાના ધાવા, રમરેસી, ચિત્રોડ ગામોમાં વરસાદી ઝાપટાં નોંધાયા.
- વરસાદથી બફારામાં ઘટાડો થયો, ઊભા પાકને પાણી મળ્યું.
Amreli and Gir Somnath Rain: રાજ્યમાં ચોમાસાની વિદાયની વચ્ચે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા વરસાદી ઝાપટા પડ્યા હતા. તાલાલા પંથકના ધાવા, રમરેસી, ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં પણ વરસાદ થતાં ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
તાલાલા પંથકમાં વરસાદી ઝાપટા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધાવા, રમરેસી, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી. તાલાલા પંથકમાં પડેલા વરસાદી ઝાપટાથી ચોમાસુ પાકને ફાયદો થવાની શક્યતા છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેતરોમાં ઉભા પાકને પાણી મળ્યું છે. જોકે, વરસાદનું પ્રમાણ અને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પાક માટે વધુ મહત્વની રહેશે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદ
અમરેલી જિલ્લામાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. બપોર બાદ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. તેવામાં વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.
આગામી બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. નલિયાથી ડીસા સુધીના વિસ્તારમાં ચોમાસાની વિદાય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં આગામી બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જો કે બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા નહીંવત જોવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ હાલ કચ્છના નલીયાથી લઈને ડીસા સુધીના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આગામી બે ત્રણ દિવસમાં વધુ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે.
ચોમાસાની સિઝનમાં રાજ્યમાં હજુ પણ 11 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. કચ્છ સૌરાષ્ટ્રમાં પણ હજુ પણ 24 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. ઝોન મુજબ આંકડા જોઈએ તો કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં 57.60 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, મધ્ય ગુજરાતમાં 89.67 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 71.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.23 ટકા સિઝનનો વરસાદ વરસ્યો છે.
Before You Go
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી





















