શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ  રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

Gujarat  Rainfall :   રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ  રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. ગુજરાતમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમના કારણે ગુજરાત પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.        

હવામાન વિભાગની આગાહી અનુસાર જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સર્કિય થયું છે. જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. આ કારણે  ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે.        

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ કચ્છમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારી માં ભારેોતા અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની  શક્યતા છે. દસાડા, માંડલ આજુબાજુના વનપરડી, કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સાણંદ, ધોળકા, લખતર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.   

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં મેઘરાજાએ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દીધુ છે. ઉત્તરથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કર્યા છે, જેમાં 191 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વરસાદ વ્યારામાં પડ્યો છે.

હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  આ સિવાય ઘણા તાલુકાઓમાં સામાન્યથી લઈને હળવો વરસાદ વરસ્યો છે.     

ટોપ સ્ટોરી

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
Embed widget