શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવશે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં 5 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી.
  • અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
  • સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.
  • ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી.

અમદાવાદ:  ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવશે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેશે.  આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે વરસાદ વરસી શકે છે.  

હવામાન વિભાગની આગાહી મુજબ, પવનના ભારે તોફાન અને વિજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની પણ અસર થશે. રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવશે.  હવામાન વિભાગે  અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી  છે. આ સિવાય  2 અને 3 એપ્રિલે પણ  ફરી વાતાવરણમાં પલટા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

2026 માં પ્રી-મોન્સૂન સીઝનના આગમન સાથે ઘણા રાજ્યોમાં વરસાદ ફરી શરૂ થયો છે. પ્રી-મોન્સૂનની દેશ પર અસર પડશે. પરિણામે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ માટે ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 

ઝરમર વરસાદ માટે પણ ચેતવણી જારી કરવામાં આવી 

દેશના ઘણા ભાગોમાં પ્રી-મોન્સૂન અસર જોવા મળશે. પરિણામે, હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારત, પૂર્વ અને મધ્ય ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ માટે ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, ઘણી જગ્યાએ ભારે પવન, વીજળી અને કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.            

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget