શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે.  છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું.
  • અરબી સમુદ્રમાં લો પ્રેશરથી સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ.
  • બે દિવસ બાદ વરસાદ ઘટશે, માછીમારોને દરિયો ન ખેડવા સલાહ.

અમદાવાદ: રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે.  છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગુરુવારે આ વિસ્તારો માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ કરતાં 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જોકે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સાથે ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી, સુરત, તાપી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

લો પ્રેશર અને ત્રણ ટ્રફના કારણે વરસાદી માહોલ

હાલ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ તેમજ ત્રણ ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ  જામ્યો છે. આ સિસ્ટમોના કારણે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા યથાવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

સુરત સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો- Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિ

આ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જોવા મળ્યો છે, જ્યાં સરેરાશ કરતાં 18 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં અંદાજે 4 ટકા વધુ વરસાદ નોંધાતા જળાશયો અને નદીઓમાં પાણીની આવક વધી છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget