શોધખોળ કરો

Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ

Gujarat Rain Forecast: વરસાદના બહુ લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘ મહેર થાય તેવા સંકેત મળ્યા છે હવામાન વિભાગે 12થી 17 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરી છે.

 Gujarat Rain Forecast: રાજ્યમાં બહુ લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ઘરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે પરંતુ સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાતા અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવતા 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 સપ્ટેમ્બરથી આ સિસ્ટમની અસર વર્તાશે અને ગુજરાત રિજ્યનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 12 સપ્ટેમ્બરથી ગુજરાત રિજ્યનમાં ભારે વરસાદ વરસશે 

12 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, સુરતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે. ટૂંકમાં 12 અને 13 સપ્ટેમ્બર પૂર્વ ગુજરાત, દક્ષિણ, ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 12 અને 13 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું

13 સપ્ટેમ્બર બાદ આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે. 13 સપ્ટેમ્બર બાદ 2 દિવસ સૌરાષ્ટ્સમાં ભારે વરસાદનું અનુમાન છે.  ખાસ કરીને જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, ઉપલેટા, ધોરાજી અને આસપાસના ગામડા સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ 12થી 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે જો કે 16 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટી જશે.

દેશના ઘણા ભાગોમાં ચોમાસા પૂરજોશમાં જામ્યુ  છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 11 સપ્ટેમ્બર માટે હવામાન ચેતવણી જાહેર  કરી છે. હવામાન વિભાગ અનુસાર, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. વધુમાં, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદ થવાની  સંભાવના છે. 

ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી
11 સપ્ટેમ્બરના રોજ, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો અને હવામાનમાં દબાણ વધવાને કારણે, વરસાદ વધુ તીવ્ર બની શકે છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને નદીના સ્તરમાં વધારો થવાનું જોખમ પણ છે. ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવના છે. કેરળ, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget