શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાક સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ ?

આગામી 3 કલાકમાં સામાન્ય ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  પવનની ગતિ 40 કીમી પ્રતિકલાક રહેશે. 

ગાંધીનગર: રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.   આગામી 3 કલાકમાં સામાન્ય ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  પવનની ગતિ 40 કીમી પ્રતિકલાક રહેશે. 


Gujarat Rain: આગામી 3 કલાક સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ ?

હવામાન વિભાગે આગાહી કરી છે કે  મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા , જુનાગઢ , પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ , પાટણ , સુરત, તાપી, નવસારી, વલસાડ,ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે.  

જ્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા,નર્મદા, દાહોદ , છોટા ઉદેપુર અને ભરુચમાં  સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  

જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ ઓવરફલો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 2 ડેમ ઓવરફલો થયો છે. ઓઝત ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને જૂનાગઢ જિલ્લાનો પાણીનો પ્રશ્ર હલ થયો છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો ઉપયોગ આ ડેમમાંથી કરવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફલો થયો છે.

કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ

  • અત્યાર સુધીમાં કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
  • અત્યાર સુધીમાં કચ્છમાં સિઝનનો 76.80 ટકા વરસાદ વરસ્યો
  • અત્યાર સુધીમાં ઉ.ગુજરાતમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસ્યો
  • અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં સિઝનનો 14.82 ટકા વરસાદ
  • અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 32.90 ટકા વરસાદ
  • અત્યાર સુધીમાં દ.ગુજરાતમાં સિઝનનો 15.86 ટકા વરસાદ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

 

ટોપ સ્ટોરી

'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Winter: ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડશે
Winter: ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડશે
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર
PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર
હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ
હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
Embed widget