શોધખોળ કરો

રાજ્યમાં બે દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, જાણો

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

ગાંધીનગર: સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં મેઘમહેર થઈ છે.  વલસાડના ધરમપુર અને અમરેલીના લીલીયામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. 

અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન

લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. લાઠી અને લીલીયાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલીયામાં ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી બજારમાં ફરી વળ્યા છે તો આ તરફ નાના ભમોદ્રા ગામમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીના માહોલ છે. 

સાવરકુંડલા ઉપરાંત લીલીયા તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 40.53 ટકા, અમરેલી શહેરમાં 62.45 ટકા, બાબરામાં 53.12 ટકા, બગસરામાં 25.14 ટકા, ધારીમાં 35.27 ટકા, જાફરાબાદમાં 28.64 ટકા, ખાંભામાં 35.64 ટકા, લાઠીમાં 33.54 ટકા, લીલીયામાં 56.31 ટકા, રાજુલામાં 38.64 ટકા, સાવરકુંડલામાં 49.84 ટકા વડિયામાં 27.62 ટકા વરસાદ વરસ્યો છે.

ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટા ખુટવાડા, બોરડી, કીકરિયા સહિતના ગામોમાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે. મહુવાની માલણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. ભાવનગરમાં અત્યાર સુધી સિઝનનો 38.05 ટકા વરસાદ વરસ્યો છે. ગારિયાધારમાં 66.26 ટકા, ઘોઘામાં 35.37 ટકા, જેસરમાં 25 ટકા, મહુવામાં 48.12 ટકા, પાલીતાણામાં 47.80 ટકા, શિહોરમાં 21.76 ટકા, તળાજામાં 25.70 ટકા,વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Embed widget