શોધખોળ કરો

Gujarat Rain: સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે.

અમદાવાદ: રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હાલમાં વરસાદનું જોર ઘટ્યું

જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. એટલુ જ નહીં 18થી 22 જુલાઈ વચ્ચે થન્ડર સ્ટ્રોમની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી વરસાદની માહોલ રહેશે. હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે.  

સિઝનનો અત્યાર સુધીમાં 51.16 ટકા વરસાદ

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 51.16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો 48.02 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં સિઝનનો 49.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 55.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી માછીમારો માટે કોઈ ચેતવણી નથી. એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી વહેલી થઈ છે. જૂન મહિનાથી જ રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે રાજસ્થાન, કર્ણાટક, કેરળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.  જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશના અનેક રાજ્યોમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ છે. પહાડોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. યુપી અને બિહારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા શહેરોમાં પાણી લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. પ્રયાગરાજ અને વારાણસીમાં ગંગાનું પાણીનું સ્તર વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે, તેથી બિહારમાં ઘણા શહેરો છે જ્યાં વરસાદ પછી પૂર જેવી સ્થિતિ છે.

કેરળમા ભારે વરસાદે લઈ રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે એટલે કે 18 જુલાઈના રોજ કેરળ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કેરળમાં થોડા દિવસોથી વરસાદ ચાલુ છે. IMD એ આજે કન્નુર, વાયનાડ અને કાસરગોડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે.  ઇડુક્કી, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કન્નુર, વાયનાડ અને કાસરગોડમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. 

ટોપ સ્ટોરી

જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી બાળ-હાથી 'માયા' માટે આશાનું કિરણ બન્યું વનતારા, કેરળથી એરલિફ્ટ કરાઇ
જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી બાળ-હાથી 'માયા' માટે આશાનું કિરણ બન્યું વનતારા, કેરળથી એરલિફ્ટ કરાઇ
Banaskantha: જુનાડીસામાં નાઈટ સફારી પ્રૉજેક્ટ માટે દબાણો હટશે, સરકારે 140 પરિવારોને ફાળવ્યા નવા પ્લોટ
Banaskantha: જુનાડીસામાં નાઈટ સફારી પ્રૉજેક્ટ માટે દબાણો હટશે, સરકારે 140 પરિવારોને ફાળવ્યા નવા પ્લોટ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
Embed widget