શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરી.
  • અમદાવાદ સહિત 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
  • છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ, હાલોલમાં 5 ઇંચ.
  • બંગાળ-અરબી સમુદ્રની સક્રિય સિસ્ટમથી રાજ્યમાં વરસાદી માહોલ.

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરી આગાહી મુજબ અમરેલી,  ભાવનગર, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, બોટાદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવાથી લઈ સામાન્ય વરસાદ વરસી શકે છે.  

પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.  હવામાન વિભાગે ચાર વાગ્યાથી લઈ સાંજના સાત વાગ્યા સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે કલાકના 87 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સક્રિય સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, ખેડા અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. સ્થાનિક વહીવટી તંત્રને સજ્જ પણ કરી દેવાયું છે.       

76 તાલુકામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ વરસતા લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં સૌથ વધુ મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 5 ઇંચ ખાબક્યો હતો.          

આ પણ વાંચો- Weather Update: દેશના 10 રાજ્યોમાં આજે ભારે પવન સાથે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. હવે આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા આ વરસાદને કારણે ચોમાસાની ગતિ વધુ મજબૂત બની છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.       

Frequently Asked Questions

હવામાન વિભાગે આગામી સમય માટે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે?

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાનું મુખ્ય કારણ શું છે?

ગુજરાતમાં વરસાદી માહોલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સક્રિય સાયક્લોનિક સિસ્ટમના કારણે સર્જાયો છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદ લાવશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Advertisement

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget